Wel Come To ICT CAL

Monthly School Activity Coming Soon..!!

Pages

Tuesday, 31 May 2016

સ્માર્ટ કલાસ

સંકલ્પના :
વિશ્વ ૨૧ મી સદીની શરૂઆતથી જ વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપયોગ દ્વારા પ્રગતી કરી રહ્યું છે. શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સર્વ શિક્ષા અભિયાન અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. તેના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાને કોમ્પ્યૂટર થી સજ્જ કરવામાં આવી છે. કોમ્પ્યુટર શિક્ષણ દ્વારા શાળા સ્માર્ટ સ્કૂલ બની શકે. વિશ્વના વિકસિત દેશોમાં પ્રાથમિક સ્તરના શિક્ષણ પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કોઈપણ બાળક શાળામાં દાખલ થાય ત્યારે દરેક બાળકના મા-બાપની એવી ઈચ્છા હોય કે મારું સંતાન શિક્ષણ માધ્યમથી સ્માર્ટ બને.
આપણી શાળાના શિક્ષકો સ્માર્ટ વર્ક કરશે તો આપો આપ પોતાનો વર્ગ સ્માર્ટ બનશે. વર્ગ સ્માર્ટ બનશે તો ધીમે-ધીમે શાળાના તમામ વર્ગો સ્માર્ટ બનતા સમગ્ર શાળાનું કેમ્પસ સ્માર્ટ બનશે. તો આવો આપણે આ સંકલ્પનાને સાકાર કરવાના  પ્રાયસમાં સામેલ થઈએ.

એક પ્રચલિત વિચારને થોડી દિશા આપીએ “ થાય એટલું કરું છું. પરંતુ કરીએ એટલું થાય.”

વિશેષતા :
સ્માર્ટ શબ્દનો અર્થ સમજીએ તો “ ત્વરિત “, ચપળ, મનમોહક વગેરે થાય. આ શબ્દના અર્થ મુજબના તમામ ગુણો શિક્ષક,  વિદ્યાર્થી  અને વર્ગમાં જોવા મળે તેવો વર્ગ એટલે “ સ્માર્ટ ક્લાસ.“
વર્ગખંડમાં પ્રવેશતા જ અન્ય વર્ગખંડ કરતા જુદો જ પડે, તેમાં અનુભવજન્ય શિક્ષણનો સમન્વય જોવા મળે. દરેક પ્રકારની કામગીરી આયોજન પૂર્વકની હોય અને કામગીરી પણ સ્માર્ટ હોય. વિષયવસ્તુના મુદ્દા સમજાવવા માટે થ્રી ડી (થ્રી ડાયમેન્શન) ના નમુના કે વીડીઓ સી.ડી. ક્લીપ કે પ્રેજન્ટેશન હોય. દા.ત. ફેફસા કે હૃદયની કાર્ય રચના

સ્માર્ટ ક્લાસની પ્રાથમિક જરૂરિયાત : 

  • હાર્ડવેર સાધનો
  • ટી.વી., સી.ડી., ડી.વી.ડી., કોમ્પ્યૂટર, પ્રિન્ટર, સ્કેનર, સ્લાઈડ કે ફિલ્મ પ્રોજેક્ટર, પેન ડ્રાઈવ વગેરે..
  • સોફ્ટવેર સાધનો :  ઈન્ટરનેટ, શૈક્ષણિક વેબ સાઈટ, વેબ મેપ, ઈ-મટીરીયલ્સ, સોફ્ટવેર આધારિત પ્રોજેક્ટ અને ગેઇમ, અભ્યાસક્રમ આધારિત પ્રેજન્ટેશન, ઓડીઓ, વીડીઓ મટીરીયલ્સ, યુ-ટ્યુબ ના માધ્યમથી વર્ગ શિક્ષણ કાર્ય, ઓ.એમ.આર. પદ્ધતિ દ્વારા મૂલ્યાંકન કસોટીની રચના અને મૂલ્યાંકન વગેરે.......
સ્માર્ટ ક્લાસની વિશેષતાઓ :

  • જ્ઞાનને અનુભવ સાથે જોડાવું.
  • ગોખણપટ્ટીને ત્યાગ.
  • પાઠયપુસ્તકથી આગળ........ બહાર......
  • સ્કીલ ડેવલપમેન્ટ.
  • દરેક બાળકને ગણવેશ, ફોટા સાથેનું આઈ-કાર્ડ.
  • શિસ્ત અને સંસ્કારનો સમન્વય.
  • દરેક એકમની રોચક અને સ્વાનુભવ સાથેની રજૂઆત.
  • એકમના અધ્યાપન સમયેજ શિક્ષક વિવિધ પ્રકારની શિક્ષણ સામગ્રીનો ઉપયોગ કરે.
  • બાળકોને વર્ગમાં જ દરેક એકમનું અધ્યાપન  અને પુનરાવર્તન કોમ્પ્યુટરના માધ્યમથી કરાવવું.
  • બાળકોને જાતે કોમ્પ્યુટર પર કામ કરતા કરવા.
  • જે વર્ગ અને શિક્ષકની પસંદગી સ્માર્ટ કાલસ માટે થઇ છે તે વર્ગના તમામ બાળકો અને શિક્ષકોના ફોટા સાથેના આઈ-કાર્ડ બનાવવા.
  •  બાળકોની સ્કીલ ડેવલપ થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું.
  •  સ્માર્ટ ક્લાસના તમામ બાળકોને બુટ, ગણવેશથી સજ્જ કરવા.
  • દર માસે લેખિત અને મૌખિક કસોટી, પ્રશ્નોતરી, પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ, શૈક્ષણિક ગેઇમ, ક્વીઝ, રમત ગમતના સાધનોનો ઉપયોગ, જ્ઞાન અને કૌશલ્ય વર્ધક પ્રવૃતિનું આયોજન થાય. જ્ઞાનને અનુભવ સાથે જોડાવું, ગોખણપટ્ટીને ત્યાગ.
  • સ્માર્ટ ક્લાસ માટે એસ.એસ.એ.ની ગ્રાન્ટ પૈકી જરૂરી રકમ સ્માર્ટ ક્લાસ માટે ફાળવવી. આ  ગ્રાન્ટમાંથી શૈક્ષણિક સી.ડી., કાગળ, પેનડ્રાઈવ, બાળકોની પ્રોફાઈલ નિભાવવી, જરૂરી સંદર્ભ સાહિત્યની ખરીદી માટે તેમજ સ્માર્ટ ક્લાસના વિકાસ માટે વાપરવી.
  • શૈક્ષણિક વેબ સાઈટની યાદી બનાવવી. શાળાનો શૈક્ષણિક બ્લોગ બનાવવો અને સ્માર્ટ ક્લાસની પ્રવૃતિનો પ્રચાર અને પ્રસાર થાય, સ્માર્ટ ક્લાસમાં થયેલ પ્રવૃત્તિ શાળાના ડિસપ્લે બોર્ડમા પ્રદર્શિત થાય તેવું આયોજન કરવું.
    • સ્માર્ટ ક્લાસમાં રોજ એક વિષયનું કોમ્પ્યુટરમાં પ્રેજન્ટેશન દ્વારા શિક્ષણ કાર્ય થાય તેવું આયોજન કરવું. અને તેના માટે શાળાના અન્ય શિક્ષકોનો પણ સહયોગ મેળવવો.
  • સ્માર્ટ ક્લાસના વર્ગને નંબર નહિ પરંતુ કોઈ મહાન વિભૂતિનું નામ આપવું કે જે નામ કે મહાન વિભૂતિના ગુણો બાળકોમાં આવે અને એક અલગ પ્રકારની ફીલીંગ અનુભવે.
  • વર્ગના તમામ વહીવટી પત્રકો અને માહિતી કોમ્પુટરમા તૈયાર કરવામાં આવે. એટલે કે તમામ માહિતી કોમ્પુટરાઇજ કરવામાં આવે.
  • દર બે માસે દરેક શાળાના આચાર્યશ્રી  સ્માર્ટ ક્લાસની કામગીરીનું મૂલ્યાંકન કરે, શિક્ષકો તથા બાળકોની જરૂરિયાતની વિગત મેળવે. જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપે. કોઈ મુશ્કેલી હોય તો નિવારણ માટે પરિણામલક્ષી પ્રયત્ન કરવામાં આવે.
  • સ્માર્ટ ક્લાસના બાળકોનો સતત અને સમયાંતરે વાલી સંપર્ક દ્વારા શાળા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે.
  • આ ઉપરાંત શાળા કક્ષાએ પણ જરૂરી હોય તેવી કામગીરીનું આયોજન કરીને સ્માર્ટ ક્લાસની પ્રવૃતિને વેગવાન અને સફળ બનાવવાનું આયોજન કરી શકાય.

No comments:

Post a Comment